મારા વિશે / મારો પરિચય

My photo
અંજાર, કચ્છ, India
નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ પી.ગજ્જર છે .હું કચ્છ માં આવેલ અંજાર શહેર માં રહું છું. પ્રાથમિક શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણ અહીની શાળામા લઇ S.S.C અને અને H.S.C પાસ કર્યુ. હાલમાં વેબ ડેવલોપ નો અભ્યાસ કરી રહ્યો છુ. શાળા ના આ દિવસોમાં મને અભ્યાસ ની સાથે ગુજરાતી સાહિત્ય ફ્રી ટાઈમ એ વાંચવાનો અને લખવાનો પણ બહુ શોખ હતો આ બ્લોગ મેં મારા વિચારો અને કઈ નવું તમારા સમક્ષ શેર કરી શકું એ હેતુ થી બનાવેલ છે.

Sunday, 24 November 2013

મન મોર બની થનગાટ કરે


મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહું ઓર
મારું મન મોર બની થનગાટ કરે

બહુ રંગ ઉમંગનાં પીછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ
પ્રાણ કોને કલસાદ કરે
મન મોર બની થનગાટ કરે

ઘર ઘરર ઘરર મેઘઘટા
ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે

નવ ધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે
નવ દીન કપોતની પાંખ ખૂલે

મધરા મધરા મલકાઈને મેંડક
મેહસું નેહસું બાત કરે
ગગને ગગને ઘૂમરાઈને પાગલ
મેઘઘટા ગરજાટ ભરે
મન મોર બની થનગાટ કરે

નવ મેઘ તણે નીલ આંજણીએ
મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે
વનછાંય તળે હરિયાળી પરે
મારો આતમ લહેર બિછાત કરે

સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો
પથરાઈ સારી વનરાઈ પરે
ઓ રે  મેઘ આષાઢીલો આજ મારે
દોય નેન નીલાંજન ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ કરી લટ મોકળીયું
ખડી આભ મહોલ અટારી પરે
ઊંચી મેઘ મહોલ અટારી પરે

અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે

ઓલી વીજ કેરે અંજવાસ
નવેસર રાસ લેવા અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી
વિખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે

નદી તીર કેરાં કૂણાં ઘાસ પરે
પનિહારી એ કોણ વિચાર કરે
પટકૂળ નવે પાણી ઘાટ પરે

એની સૂનમાં મીટ સમાઈ રહી
એની ગાગર નીર તણાઈ રહી
એને ઘર જવા દરકાર નહિ

મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી
કોણ બીજા કેરું ધ્યાન ધરે
પનિહારી નવે શણગાર નદી કેરે તીર
ગંભીર વિચાર કરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ હિંડોળ ચગાવત
એકલ ફૂલ બકુલની ડાળ પરે
ચકચૂર બની ફૂલ ડાળ પરે

વિખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ નીંડોળ ને ડાળ હલે
શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે

એની ઘાયલ દેહના છાયલ છેડલા
આભ ઊડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત
એકલ ફૂલ બકુલની ડાળ પરે
મન મોર બની થનગાટ કરે

મોર બની થનગાટ કરે
આજે મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે

તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે
નવ બાદલને ઉર આગ બૂઝે
નદી પૂર જાણે વનરાજ ગુંજે

હડૂડાટ કરી સારી સીમ ભરી
સરિતા અડી ગામની દેવડીએ
ઘનઘોર ઝરે ચહું ઓર
મારું મન મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે

રચનાઃ ઝવેરચંદ મેઘાણી
[કવિ પરિચય] 

મને લાગ્યો કસુંબીનો રંગ !

લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…
પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !
- ઝવેરચંદ મેઘાણી[કવિ પરિચય]

ઝવેરચંદ મેઘાણી, Jhaverchand Meghani


નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?”
“જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;

રાજ ! મને લાગ્યો કસુંબીનો રંગ
- યુગવંદના
______________________________
જન્મ તારીખ 28 ઓગસ્ટ 1896
જન્મ સ્થળ ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)-વતન : બગસરા( જિ: અમરેલી)
અવસાન 9 માર્ચ 1947
માતા ધોળીમા
પિતા કાળીદાસ
ભાઇ લાલચંદ, પ્રભાશંકર
લગ્ન 1) દમયન્તી  1922 2) ચિત્રાદેવી  1934
બાળકો પુત્રી  ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્રમહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક
અભ્યાસ મેટ્રિક 1912 ; બી.એ.- 1917 શામળદાસ કોલેજ, ભાવનગર
વ્યવસાય 1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર ; 1922- સૌરાષ્ટ્ર સાપ્તાહિકના તંત્રીમંડળમાં; 1936-45 ફુલછાબમાં તંત્રી
જીવન ઝરમર 1930- સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ  સિંધુડો માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં છેલ્લી પ્રાર્થનાકાવ્ય ગાયું; સાબરમતી જેલમાં કોઇનો લાડકવાયો કાવ્ય લખ્યું . 1931- ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને  છેલ્લો કટોરો કાવ્ય લખ્યું; 1933- રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન; 1941- શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં; 1946- ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ
કોઇનો લાડકવાયો
કોઇનો લાડકવાયો
રચનાઓ કાવ્યસંગ્રહ -6; નવલકથા-13;નવલિકા સંગ્રહ  7; નાટક ગ્રંથ- 4; લોકકથા સંગ્રહ 13;લોકસાહિત્ય  વિવેચન/ સંશોધન 9; સાહિત્ય વિવેચન  3; જીવન ચરિત્ર- 13; ઇતિહાસ  6

Monday, 11 November 2013

અમારા પર હસનારા આજે જ રોતા હતા

કોણ કહે છે કે અમે રોતા હતા,
અમે તો આંસુ થી આંખો ને ધોતા હતા,
ઝેર પી ને સમજાયુ કે અમે ખોતા હતા,
ફકત ઉચું કરીને જોયુ તો અમારા પર હસનારા આજે જ રોતા હતા...~જિગ્નેશ ગજજર

Sunday, 10 November 2013

વેણીભાઇ પુરોહિત, Venibhai Purohit.


venibhai_purohit_1.jpg“સાંવરિયા, કાહે હોત નઠોર?
ઠાકુર, મૈં ઠૂમરી હું તેરી,
કજરી હું ચિતચોર.
સાંવરિયા, કાહે હોત નઠોર?”
“ચકલામાં ચેતીને ચાલો નવાઇલાલ ! “
“જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?”

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી.
તારા રૂપની પૂનમનો પાગલ એકલો.”  
  –
સંગીત : દિલીપ ધોળકીયા, સોલી કાપડીયા વિ. વિ. …..  સાંભળો !
હજી આ કોકરવરણો તડકો છે, સાંજ તો પડવા દો.” – સંગીત : ચંદુ મટ્ટાણી   …..  સાંભળો !
” થાકે ન થાકે છતાંયે હો માનવી , ન લેજે વિસામો. ” – ગાંધીજીને પ્રિય ગીત
venibhai_purohit_signature.jpg
# રચનાઓ - 1 – : - 2 - : - 3 - : - 4 - 
__________________________________________
ઉપનામ
  • અખા ભગત
જન્મ
  • 1 – ફેબ્રુઆરી, 1916 ; જામખંભાળીયા
અવસાન
  • 3 – જાન્યુઆરી, 1980 ; મુંબાઇ
અભ્યાસ
  • પ્રાથમિક – મુંબાઇ ; માધ્યમિક – જામખંભાળીયા
વ્યવસાય
  • પત્રકાર
venibhai_purohit.jpg
જીવનઝરમર
  • મુંબાઇમાં ‘બે ઘડી મોજ’ દૈનિકમાં જોડાયેલા
  • 1939 – 42 અમદાવાદમાં પ્રભાત, ભારતીય સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય સાથે પ્રૂફ રીડર તરીકે કામ
  • 1942 – સ્વાતંત્ર્ય ચળવળમાં જેલવાસ
  • 1949 થી આમરણ – મુંબાઇમાં જન્મભૂમિ સાથે
  • ઉપનામથી પદ્યમાં કટાક્ષ કટાર ચલાવેલી
  • કાવ્યોના આસ્વાદો અને ચલચિત્રોના અવલોકન કર્યા
  • ઉમાશંકર જોશી તેમને ‘ બંદો બદામી’ કહેતા
  • બાલમુકુંદ દવે તેમના ખાસ મિત્ર
  • ગુજરાતી ચલચિત્ર ‘કંકુ’ ના બધા ગીતો તેમના લખેલા છે.
મુખ્ય રચનાઓ
  • કવિતા – સિંજારવ, ગુલઝારે શાયરી, દીપ્તિ, આચમન, સહવાસ – બાલમુકુંદ દવે સાથેનો સંયુક્ત કાવ્ય સંગ્રહ
  • વાર્તાસંગ્રહ  – અત્તરના દીવા, વાંસનું વન, સેતુ
  • સંપાદન – કાવ્યપ્રયાગ
લાક્ષણિકતાઓ
  • રંગદર્શી અને વ્યંગ- વિનોદવાળી રચનાઓ
  • સંગીતની સૂઝ વાળા કવિ
  • ગીતો અને ગઝલોમાં શબ્દ અને લયનું માધુર્ય અને ભાવની સચ્ચાઇ અને કલ્પનાની ચારુતા પ્રગટ થયેલી છે.

તારી આંખનો અફીણી

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી…
.
ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
 કવિ નું નામ:-

વેણીભાઈ પુરોહિત

 ( કવિ પરિચય )