
ઠાકુર, મૈં ઠૂમરી હું તેરી,
કજરી હું ચિતચોર.
સાંવરિયા, કાહે હોત નઠોર?”
“ચકલામાં ચેતીને ચાલો નવાઇલાલ ! “
“જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?”
“તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી.
તારા રૂપની પૂનમનો પાગલ એકલો.” –
સંગીત : દિલીપ ધોળકીયા, સોલી કાપડીયા વિ. વિ. ….. સાંભળો !
” હજી આ કોકરવરણો તડકો છે, સાંજ તો પડવા દો.” – સંગીત : ચંદુ મટ્ટાણી ….. સાંભળો !
” થાકે ન થાકે છતાંયે હો માનવી , ન લેજે વિસામો. ” – ગાંધીજીને પ્રિય ગીત

# રચનાઓ - 1 – : - 2 - : - 3 - : - 4 -
__________________________________________
ઉપનામ
- અખા ભગત
- 1 – ફેબ્રુઆરી, 1916 ; જામખંભાળીયા
- 3 – જાન્યુઆરી, 1980 ; મુંબાઇ
- પ્રાથમિક – મુંબાઇ ; માધ્યમિક – જામખંભાળીયા
- પત્રકાર

જીવનઝરમર
- મુંબાઇમાં ‘બે ઘડી મોજ’ દૈનિકમાં જોડાયેલા
- 1939 – 42 અમદાવાદમાં પ્રભાત, ભારતીય સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય સાથે પ્રૂફ રીડર તરીકે કામ
- 1942 – સ્વાતંત્ર્ય ચળવળમાં જેલવાસ
- 1949 થી આમરણ – મુંબાઇમાં જન્મભૂમિ સાથે
- ઉપનામથી પદ્યમાં કટાક્ષ કટાર ચલાવેલી
- કાવ્યોના આસ્વાદો અને ચલચિત્રોના અવલોકન કર્યા
- ઉમાશંકર જોશી તેમને ‘ બંદો બદામી’ કહેતા
- બાલમુકુંદ દવે તેમના ખાસ મિત્ર
- ગુજરાતી ચલચિત્ર ‘કંકુ’ ના બધા ગીતો તેમના લખેલા છે.
- કવિતા – સિંજારવ, ગુલઝારે શાયરી, દીપ્તિ, આચમન, સહવાસ – બાલમુકુંદ દવે સાથેનો સંયુક્ત કાવ્ય સંગ્રહ
- વાર્તાસંગ્રહ – અત્તરના દીવા, વાંસનું વન, સેતુ
- સંપાદન – કાવ્યપ્રયાગ
- રંગદર્શી અને વ્યંગ- વિનોદવાળી રચનાઓ
- સંગીતની સૂઝ વાળા કવિ
- ગીતો અને ગઝલોમાં શબ્દ અને લયનું માધુર્ય અને ભાવની સચ્ચાઇ અને કલ્પનાની ચારુતા પ્રગટ થયેલી છે.
No comments:
Post a Comment