મારા વિશે / મારો પરિચય

My photo
અંજાર, કચ્છ, India
નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ પી.ગજ્જર છે .હું કચ્છ માં આવેલ અંજાર શહેર માં રહું છું. પ્રાથમિક શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણ અહીની શાળામા લઇ S.S.C અને અને H.S.C પાસ કર્યુ. હાલમાં વેબ ડેવલોપ નો અભ્યાસ કરી રહ્યો છુ. શાળા ના આ દિવસોમાં મને અભ્યાસ ની સાથે ગુજરાતી સાહિત્ય ફ્રી ટાઈમ એ વાંચવાનો અને લખવાનો પણ બહુ શોખ હતો આ બ્લોગ મેં મારા વિચારો અને કઈ નવું તમારા સમક્ષ શેર કરી શકું એ હેતુ થી બનાવેલ છે.

Sunday, 10 November 2013

તારી આંખનો અફીણી

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી…
.
ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
 કવિ નું નામ:-

વેણીભાઈ પુરોહિત

 ( કવિ પરિચય ) 

 

 

Wednesday, 17 July 2013

સબંધ શું..

કરાવી પડે ખાતરી એ સબંધ શું...

બતાવી પડે નારાજગી એ સબંધ શું...

વિશ્વાસ આવે તો માનજો કે ખાસ છો તમે...

બાકી વિશ્વાસ અપાવવો પડે એ સબંધ શું...-જિગ્નેશ ગજ્જર'ઘાયલ'

Tuesday, 29 January 2013

જ્યાં તું જ મહેમાન નથી

હવે કોઈ આસ નથી કોઈ પ્યાસ નથી, દિલમાં બાકી કોઈ અરમાન નથી, કઈ અદાથી સજાવું દિલનું આંગણ 'પાગલ' જ્યાં તું જ મહેમાન નથી .~જિગ્નેશ ગજ્જર

આખરે તો કરેલા કર્મ નો જવાબ છે જીંદગી..

ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી.. ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી..હશતો અને રડાવતો રાગ છે જીંદગી..પણ આખરે તો કરેલા કર્મ નો જવાબ છે…..જીંદગી...~જિગ્નેશ ગજ્જર

Thursday, 3 January 2013

હિસાબ નથી કરવા...

વીતી ગયેલા દિવસો હવે યાદ નથી કરવા,બાકી રહેલા દિવસો હવે બરબાદ નથી કરવા,શું મળ્યું અને શું ગુમાવયૂ જીવન માં,,,,,,જવાદો ને યાર હવે કોઈ હિસાબ નથી કરવા...!