મારા વિશે / મારો પરિચય

My photo
અંજાર, કચ્છ, India
નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ પી.ગજ્જર છે .હું કચ્છ માં આવેલ અંજાર શહેર માં રહું છું. પ્રાથમિક શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણ અહીની શાળામા લઇ S.S.C અને અને H.S.C પાસ કર્યુ. હાલમાં વેબ ડેવલોપ નો અભ્યાસ કરી રહ્યો છુ. શાળા ના આ દિવસોમાં મને અભ્યાસ ની સાથે ગુજરાતી સાહિત્ય ફ્રી ટાઈમ એ વાંચવાનો અને લખવાનો પણ બહુ શોખ હતો આ બ્લોગ મેં મારા વિચારો અને કઈ નવું તમારા સમક્ષ શેર કરી શકું એ હેતુ થી બનાવેલ છે.
Showing posts with label કવિ પરિચય. Show all posts
Showing posts with label કવિ પરિચય. Show all posts

Sunday, 6 April 2014

ન્હાનાલાલ કવિ, Nhanalal Kavi

“ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !
અમારો ગુણિયલ ગુર્જ-દેશ !
“હલકે હાથે તે નાથ! મહીંડા વલોવજો,
મહીંડાની રીત ન્હોય આવી રે લોલ.”
વધુ રચનાઓ:  1 -  2  3  4  5  6 -  7  -
_______________________________
ઉપનામ
  • ગુજરાતના મહાકવિ
જન્મ
  • માર્ચ 16, 1877  અમદાવાદ
અવસાન
  • જાન્યુઆરી 9, 1946  અમદાવાદ
કુટુમ્બ
અભ્યાસ
  • 1893- મેટ્રિક (અમદાવાદ)
  • 1899 – બી.એ. -તત્વજ્ઞાન સાથે, અમદાવાદ, એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઇ અને પુનાની ડેક્કન કોલેજ માં અભ્યાસ
  • 1901- એમ.એ. -  ઇતિહાસ સાથે (પૂના, મુંબાઇ)
વ્યવસાય
  • 1902- 04- સાદરાની સ્કોટ કોલેજમાં અદ્યાપક
  • 1904- 18 રાજકોટની રાજકુમાર કોલેજમાં અધ્યાપન.
  • થોડોક સમય રાજકોટ રાજ્યનાં મૂખ્ય ન્યાયાધીશ અને નાયબ દીવાન
  • 1918- કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી
  • ગાંધીજીની અસહકારની હાકલને માન આપી સરકારી નોકરી છોડી સદા માટે અમદાવાદ આવ્યા

જીવન ઝરમર
  • આ ઊર્મિકવિ કવિ દલપતરામનાં ચોથા પુત્ર જ્ઞાતિએ શ્રીમાળી બ્રાહ્મણ હતા
  • શાળાજીવનમાં અલ્લડ હતા, અને વૃધ્ધ દલપતરામ માટે માથાના દુખાવા સમ હતા , પણ મેટ્રીકના વર્ષમાં જીવનપલટો થયો.
  • 1920 - રોલેટ એક્ટ અને જલીયાંવાલા હત્યાકાંડથી વ્યથિત થઇ લાંબી રજા પર ઉતર્યા અને 1921 માં નોકરી છોડી
  • અભ્યાસક્રમની બીજી ભાષા – ફારસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા.
  • સરકારી શિક્ષણખાતામાં અધિકારી હતા, એ વખતે ગાંધીજી પ્રેરિત અસહકારની ચળવળ દરમ્યાન દેશદાઝથી એમણે એ સરકારી નોકરી છોડી દીધેલી (1921)
  • નોકરી છોડ્યા બાદ કાયમ માટે અમદાવાદ વસવાટ કરી ગુજરાતી સાહિત્યને ચરણે જીવન સમર્પિત કર્યુ
  • ગુજરાતના મહાન પ્રતિભાશાળી કવિ હતા
  • પ્રાચીન અને અર્વાચીન કવિતાઓનો એમનામાં સુભગ સુમેળ થયેલો હતો
  • ગુજરાતીમાં અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક તરીકે લોકખ્યાત
  • પ્રચંડ મેધાવી હોવા છતાં સાવ સામાન્ય જીવન શૈલી
  • 1919માં એમણે ગાંધીજીનાં 50માં જન્મદિવસ પર એમનું અભિવાદન કરતું એક યાદગાર કાવ્ય લખેલું
  • છેવટના જીવનમાં ગાંધીજી સાથે તીવ્ર મતભેદ
  • એમના અને એમના પછીના કાળનાં ઘણા કવિઓ તેમની શૈલીનું અનુકરણ કરતા.  શ્રી અંબાલાલ પટેલની રચેલી  આવી એક સ્તુતિ અહીં વાંચો.
પ્રદાન
  • બાળકાવ્યો, ભજનો, પ્રસંગ કાવ્યો, કથા કાવ્યો, મહા કાવ્યો, નાટક, વાર્તા, નવલ કથા, ચરિત્ર, અનુવાદ, સંપાદન વિ. રોમાં વિલક્ષણ પ્રદાન
મૂખ્ય કૃતિઓ
  • કવિતા – ન્હાના ન્હાના રાસ (3 ભાગ), ચિત્ર દર્શનો, પ્રેમ ભક્તિ ભજનાવલી
  • નાટ્ય કવિતા  જયા અને જયંત, ઈન્દુકુમાર, વિશ્વગીતા, શાહેનશાહ અકબર, જહાંગીર-નૂરજહાન, મિથ્યાભિમાની
  • ચરિત્ર- કવિશ્વર દલપતરામ
  • અન્ય – વસંતોત્સવ, હરિસંહિતા મહાકાવ્ય, સાહિત્યમંથન, કુરુક્ષેત્ર
સન્માન
stamp.jpg
સાભાર
  • ગુર્જર સાહિત્ય ભવન  અમૃતપર્વ યોજના
nhanalal.jpgfulade_fulde_in_nhanalals_hand_writing.jpg
* * *

Friday, 21 February 2014

ઈન્દુલાલ ગાંધી, Indulal Gandhi

# રચના   - 1 -      - 2 -  -3-  -4-  -5-
______________________________________________________________________________
જન્મ
  • ડિસેમ્બર 8 -  1911 ; મકનસર ગામ- મોરબી
અવસાન
  • જાન્યુઆરી 10 -  1986
પિતા
  • ફૂલચંદભાઈ ગાંધી
વ્યવસાય
  • પત્રકારત્વ, આકાશવાણીમાં નોકરી, સામયિક- સંપાદન
જીવન ઝરમર
  • આઝાદી પૂર્વે સૌરાષ્ટ્ર છોડી કરાંચી ગયા
  • આઝાદી પછી રાજકોટ પરત પત્રકારત્વમાં ઝંપલાવ્યું
  • આકાશવાણીના રાજકોટ કેન્દ્રમાં સ્ક્રીપ્ટ રાઈટર તથા પ્રોડ્યુસર
  • “ઊર્મિ”, “રોશની” વગેરે સામયિકોનું સંપાદન/ સહસંપાદન
  • “ આંધળી માનો કાગળ” થી વિશેષ પ્રસિદ્ધિ
મુખ્ય રચનાઓ
  • કાવ્યસંગ્રહો - તેજરેખા, જીવનનાં જળ, શતદલ, ઈંધણાં, ઉન્મેશ, પલ્લવી, શ્રીલેખા

Sunday, 5 January 2014

નરસિંહ મહેતા

___
રચનાઓ  ઃ ૧ ઃ  ઃ ૩ ઃ ૪ ઃ 
એક સરસ લેખ (સાભાર – શ્રી. કિશોર શાસ્ત્રી, ન્યુ જર્સી અને ‘જય હાટકેશ’ )
______________________________________________

ઉપનામ
 નરસૈયો, આદ્યકવિ, આદિકવિ
જન્મ
 આશરે – ૧૪૧૨/૧૪૧૪ – જૂનાગઢ
અવસાન
 આશરે – ૧૪૭૯/૧૪૮૦/૧૪૮૧
કુટુમ્બ
દાદા – વિષ્ણુદાસ કે પરસોત્તમદાસ
પિતા – કૃષ્ણદાસ કે કૃષ્ણદામોદર
માતા – દયાકોર
પત્ની – માણેક
પુત્ર – શામળદાસ (જન્મ સં. ૧૯૪૭ મૃત્યુ સં – ૧૫૦૭)
પુત્રવધુ – સુરસેના
પુત્રી – કુંવરબાઇ (જન્મ સં. ૧૪૯૫ લગ્ન સં – ૧૫૦૪)
કાકા – પર્વત મહેતા
ભાઇ – બંસીધર કે મંગળજી કે જીવણરામ
ભાભી – ઝવેર મહેતી
વ્યવસાય
 ભજનિક, આખ્યાનકાર
જીવન ઝરમર
  • ૧૫મી સદી દરમિયાન ભારતમાં જે ભક્તિ આંદોલનની શરુઆત થઇ તેનો રંગ ગુજરાતને લગાડનાર કવિ.
  • બાળપણમાં કદાચ મંદબુધ્ધિના હતા.
  • માતાપિતા નાનપણમાં જ ગુજરી જવાથી ભાઇ-ભાભીએ મોટા કર્યા હતાં.
  • દંતકથા મુજબ ભાભીએ મહેણું મારતાં  અંતર જાગૃતિ થઇ. મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવે તેમને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યાં તથા સંવત ૧૪૮૭ના ચૈત્ર સુદ ૧૪ના રોજ એને કાવ્યપ્રસાદી આપી.
  • ગોકુળ, મથુરા વગેરે સ્થળોએ ફરીને આવીને તેમણે સંવત ૧૪૩૩-૩૫માં જૂનાગઢમાં રહી કીર્તનો રચવા માંડ્યાં.
  • તેમણે તુલસીક્યારા કર્તા હતા અને વૈરાગીઓને રહેવા માટે અખાડો પણ બંધાવ્યો હતો.
  • તેમના મંડળમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. તેમની ચાર ભક્તસખીઓમાંથી એકનું નામ રતનબાઇ હતું.
  • પુત્રીના સીમંતના પ્રસંગે, દીકરાના લગ્નમાં અને હાર ચોરીના આળ વખતે ભગવાને તેમને મદદ કરી હોવાની કીવદંતિ છે.
  • તેમના પુત્રના વિવાહ વડનગરના પ્રધાન મદન મહેતાની પુત્રી સૂરસેના સાથે થયા હતાં.
  • તેમની પુત્રીના વિવાહ ઉનાના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે થયા હતાં.
  •  નાગર જેવી ઉચ્ચ જાતિના હોવા છતાં અછૂતોના વાસમાં જઇ ભજનો ગાનાર અને આખ્યાનો કરનાર સમાજ સુધારક કહી શકાય તેવા વિરલ વ્યક્તિ.
  •  સાવ દરિદ્ર હોવા છતાં અંગત પ્રસંગોમાં અને જુનાગઢના રાજા રા’માંડલિક સાથે ચમત્કારિક ઘટનાઓ બની.
  •  પ્રભાતિયાં, ‘ઝૂલણા’ છંદ અને ‘કેદારો’ રાગ તેમના ખાસ પ્રિય, પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનમાર્ગની પરંપરાના પહેલાઉત્તમ કવિ.
  •  અમૂક રચનાઓનું તેમનું કર્તૃત્વ શંકાસ્પદ (?) 
  • તેમની અમુક રચનાઓની હસ્તપ્રત ‘ગુજરાતી પ્રેસ’ પાસે સંગ્રહીત છે.
ભક્ત શિરોમણી - બક્ષી પરિવાર તરફથી
ભક્ત શિરોમણી - બક્ષી પરિવાર તરફથી
ભાગવત વિદ્યાપીઠ, અમદાવાદમાં બક્ષી પરિવાર દ્વારા મુકાયેલ તેમનું ચિત્ર
રચનાઓ
  • સુરતસંગ્રામ, હારમાળા, કૄષ્ણજન્મ વધાઇ, શ્રીકૃષ્ણવધાઇ, શ્રીકૃષ્ણવિહાર, દ્વાદશમાસ, રાસસહસ્ત્રપદી, ચાતુરીછત્રીસી, ગોવિંદગમન, શામળશાનો વિવાહ, ચાતુરીષોડશી, બાળલીલા, દાણલીલા, રાસલીલા, ઘડપણ વિશે વસંતવિલાસ, શૄંગાર, જ્ઞાન વૈરાગ્ય, ભક્તિ, હીંડોળા વગેરે વિષયના અપ્દ, નૃસિંહવિલાસ, સુદામાચરિત્ર, શૃંગારમાળા, હારમાળાનું પરિશિષ્ટ, દ્રૌપદીની પ્રાર્થના, મામેરું, સત્યભામાનું રુસણું, અંતરધાન સમયના પદ, માનલીલા, રુક્મિણીવિવાહ, પ્રેમભક્તિ પદસંગ્રહ, સહસ્ત્રપદીરાસ, શામળશાનો મોટો વિવાહ.
સન્માન
 ગુજરાતના ઘરઘરમાં ગુંજતા પદો, ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં ‘નરસિંહ મહેતા’ એવોર્ડ  આપવામાં આવે છે