મારા વિશે / મારો પરિચય

My photo
અંજાર, કચ્છ, India
નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ પી.ગજ્જર છે .હું કચ્છ માં આવેલ અંજાર શહેર માં રહું છું. પ્રાથમિક શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણ અહીની શાળામા લઇ S.S.C અને અને H.S.C પાસ કર્યુ. હાલમાં વેબ ડેવલોપ નો અભ્યાસ કરી રહ્યો છુ. શાળા ના આ દિવસોમાં મને અભ્યાસ ની સાથે ગુજરાતી સાહિત્ય ફ્રી ટાઈમ એ વાંચવાનો અને લખવાનો પણ બહુ શોખ હતો આ બ્લોગ મેં મારા વિચારો અને કઈ નવું તમારા સમક્ષ શેર કરી શકું એ હેતુ થી બનાવેલ છે.

Friday, 21 February 2014

“માં” નો કાગળ.

એક માં હતી.તેણે એક આંખ ન હતી.તે કાણી હતી.આ વાતની શરમ એના એક ના એક પુત્રને આવતી.આ માડી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક નાની વીશી ચલાવી છોકરાને ભણાવતી હતી અને બંનેનું ગુજરાન ચલાવતી.એનો દીકરો બને એટલો એનાથી દુર જ રહેવાની કોશિશ કરતો.એક દિવસ,ઘણા દિવસ થી પુત્રને જોયો નહોતો એટલે તે મા શાળામાં મળવા ગઈ.અને છોકરાને તો જાણે ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં,એવું થઇ ગયું ,એને એમ થયું કે ,”બધાં મારી માને જોઈને મારી મશ્કરી કરશે.”એટલે તે છોકરો  ગમે તેમ કરીન મા ને મળ્યા વગર ભાગી ગયો.તે ખુબ જ ભણ્યો અને સુંદર ઘર અને સુખી સંસારમાં ઓતપ્રોત થઇ ગયો.એક દિવસ અચાનક “મા’તેણે ઘેર મળવા આવી.અને તે છોકરો ખુબ ગુસ્સે થઇ ગયો.અને ‘મા’ ને ત્યાંથી રીતસર કાઢી જ મૂકી.કેટલાક સમય પછી,’મા’ખુબ બીમાર છે તેવી છોકરાને ખબર પડી,એટલે પ્રવાસનું બહાનું કાઢી એકલો જ ગામ ગયો.પણ ત્યારે મોડું થઇ ચૂક્યું હતું,”મા” તો મોટે ગામતરે ઉપડી ગઈ હતી.પણ….પડોશીને મા એ પોતાના છોકરા માટે લખેલો એક પત્ર આપી ગઈ હતી,તે પત્ર ….

“મારા વહાલાં દીકરા,

હુ તને રોજ ખુબ જ યાદ કરું છું,

તારે ઘરે આવીને તારા બાળકોને ડરાવવા બદલ બહુ જ દિલગીર છું.

હુ તારા માટે સતત ભોઠપ નો  વિષય બનવા બદલ તારી માફી માગું છું.હવે કદાચ આપણે મળી ન શકીએ એટલે તને એક વાત કહેવા માગું છું,

તું ખુબ જ નાનો હતો ને દીકરા,ત્યારે એક અકસ્માતમાં તારી એક આંખ તે ગુમાવી હતી.તારી મા તરીકે હુ તને એક આંખ વાળો જોઈ નહોતી શકતી,

તેથી છેવટે મેં મારી એક આંખ  તને આપી.

મારો દીકરો હવે બંને આંખે આખા વિશ્વને જોઈ શકે છે એ વાતે હુ બહુ જ ખુશ હતી.

અને તારી આંખોથી હુ દુનિયા જોઈ શકતી હતી.

ખુબ જ વહાલ સાથે,

તારી “મા”.

"આંધળી માં નો કાગળ"


અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઈ ગામે, ગીગુભાઇ નાગજી નામે.

લખ્યે કે માડી! પાંચ વરસમાં નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, તેને મળી નથી ભાઈ!
સમાચાર સાંભળી તારા, રોવું મારે કેટલા દ્હાડા?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લુગડાં પ્હેરે, પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ!
કાયા તારી રાખજે રૂડી, ગરીબની ઈ જ છે મુડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉ છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું, મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઈ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા, મારે આંહીં અંધારાં પીવાં. 

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગુનું ઢાંકણ, ખૂટી છે કોઠીઓ જાર;
હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માગવા વારો
 

ઈન્દુલાલ ગાંધી, Indulal Gandhi

# રચના   - 1 -      - 2 -  -3-  -4-  -5-
______________________________________________________________________________
જન્મ
  • ડિસેમ્બર 8 -  1911 ; મકનસર ગામ- મોરબી
અવસાન
  • જાન્યુઆરી 10 -  1986
પિતા
  • ફૂલચંદભાઈ ગાંધી
વ્યવસાય
  • પત્રકારત્વ, આકાશવાણીમાં નોકરી, સામયિક- સંપાદન
જીવન ઝરમર
  • આઝાદી પૂર્વે સૌરાષ્ટ્ર છોડી કરાંચી ગયા
  • આઝાદી પછી રાજકોટ પરત પત્રકારત્વમાં ઝંપલાવ્યું
  • આકાશવાણીના રાજકોટ કેન્દ્રમાં સ્ક્રીપ્ટ રાઈટર તથા પ્રોડ્યુસર
  • “ઊર્મિ”, “રોશની” વગેરે સામયિકોનું સંપાદન/ સહસંપાદન
  • “ આંધળી માનો કાગળ” થી વિશેષ પ્રસિદ્ધિ
મુખ્ય રચનાઓ
  • કાવ્યસંગ્રહો - તેજરેખા, જીવનનાં જળ, શતદલ, ઈંધણાં, ઉન્મેશ, પલ્લવી, શ્રીલેખા

Friday, 7 February 2014

જો તમે પેન્સિલ બની ને કોઇ ના જીવન મા ખુશી ના લખી શકશો તો ક્દાચ હાલશે પણ કોઇ ના જીવન માં એક રબર બની ને કોઇ ના આંસુ લુછવા નો પ્રયત્ન કરજો~જિગ્નેશ ગજજર