“ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !
અમારો ગુણિયલ ગુર્જ-દેશ !“
અમારો ગુણિયલ ગુર્જ-દેશ !“
“હલકે હાથે તે નાથ! મહીંડા વલોવજો,
મહીંડાની રીત ન્હોય આવી રે લોલ.”
મહીંડાની રીત ન્હોય આવી રે લોલ.”
_______________________________
ઉપનામ
- ગુજરાતના મહાકવિ
જન્મ
- માર્ચ 16, 1877 – અમદાવાદ
અવસાન
- જાન્યુઆરી 9, 1946 – અમદાવાદ
કુટુમ્બ
- પિતા - દલપતરામ ડાહ્યાભાઇ (નર્મદ યુગના મહાન કવિ) – મૂળ અટક ત્રિવેદી
અભ્યાસ
- 1893- મેટ્રિક (અમદાવાદ)
- 1899 – બી.એ. -તત્વજ્ઞાન સાથે, અમદાવાદ, એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઇ અને પુનાની ડેક્કન કોલેજ માં અભ્યાસ
- 1901- એમ.એ. - ઇતિહાસ સાથે (પૂના, મુંબાઇ)
વ્યવસાય
- 1902- 04- સાદરાની સ્કોટ કોલેજમાં અદ્યાપક
- 1904- 18 રાજકોટની રાજકુમાર કોલેજમાં અધ્યાપન.
- થોડોક સમય રાજકોટ રાજ્યનાં મૂખ્ય ન્યાયાધીશ અને નાયબ દીવાન
- 1918- કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી
- ગાંધીજીની અસહકારની હાકલને માન આપી સરકારી નોકરી છોડી સદા માટે અમદાવાદ આવ્યા
જીવન ઝરમર
- આ ઊર્મિકવિ કવિ દલપતરામનાં ચોથા પુત્ર જ્ઞાતિએ શ્રીમાળી બ્રાહ્મણ હતા
- શાળાજીવનમાં અલ્લડ હતા, અને વૃધ્ધ દલપતરામ માટે માથાના દુખાવા સમ હતા , પણ મેટ્રીકના વર્ષમાં જીવનપલટો થયો.
- 1920 - રોલેટ એક્ટ અને જલીયાંવાલા હત્યાકાંડથી વ્યથિત થઇ લાંબી રજા પર ઉતર્યા અને 1921 માં નોકરી છોડી
- અભ્યાસક્રમની બીજી ભાષા – ફારસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા.
- સરકારી શિક્ષણખાતામાં અધિકારી હતા, એ વખતે ગાંધીજી પ્રેરિત અસહકારની ચળવળ દરમ્યાન દેશદાઝથી એમણે એ સરકારી નોકરી છોડી દીધેલી (1921)
- નોકરી છોડ્યા બાદ કાયમ માટે અમદાવાદ વસવાટ કરી ગુજરાતી સાહિત્યને ચરણે જીવન સમર્પિત કર્યુ
- ગુજરાતના મહાન પ્રતિભાશાળી કવિ હતા
- પ્રાચીન અને અર્વાચીન કવિતાઓનો એમનામાં સુભગ સુમેળ થયેલો હતો
- ગુજરાતીમાં અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક તરીકે લોકખ્યાત
- પ્રચંડ મેધાવી હોવા છતાં સાવ સામાન્ય જીવન શૈલી
- 1919માં એમણે ગાંધીજીનાં 50માં જન્મદિવસ પર એમનું અભિવાદન કરતું એક યાદગાર કાવ્ય લખેલું
- છેવટના જીવનમાં ગાંધીજી સાથે તીવ્ર મતભેદ
- એમના અને એમના પછીના કાળનાં ઘણા કવિઓ તેમની શૈલીનું અનુકરણ કરતા. શ્રી અંબાલાલ પટેલની રચેલી આવી એક સ્તુતિ અહીં વાંચો.
પ્રદાન
- બાળકાવ્યો, ભજનો, પ્રસંગ કાવ્યો, કથા કાવ્યો, મહા કાવ્યો, નાટક, વાર્તા, નવલ કથા, ચરિત્ર, અનુવાદ, સંપાદન વિ. રોમાં વિલક્ષણ પ્રદાન
મૂખ્ય કૃતિઓ
- કવિતા – ન્હાના ન્હાના રાસ (3 ભાગ), ચિત્ર દર્શનો, પ્રેમ ભક્તિ ભજનાવલી
- નાટ્ય કવિતા – જયા અને જયંત, ઈન્દુકુમાર, વિશ્વગીતા, શાહેનશાહ અકબર, જહાંગીર-નૂરજહાન, મિથ્યાભિમાની
- ચરિત્ર- કવિશ્વર દલપતરામ
- અન્ય – વસંતોત્સવ, હરિસંહિતા મહાકાવ્ય, સાહિત્યમંથન, કુરુક્ષેત્ર
સન્માન
સાભાર
- ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના


* * *
No comments:
Post a Comment