મારા વિશે / મારો પરિચય

My photo
અંજાર, કચ્છ, India
નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ પી.ગજ્જર છે .હું કચ્છ માં આવેલ અંજાર શહેર માં રહું છું. પ્રાથમિક શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણ અહીની શાળામા લઇ S.S.C અને અને H.S.C પાસ કર્યુ. હાલમાં વેબ ડેવલોપ નો અભ્યાસ કરી રહ્યો છુ. શાળા ના આ દિવસોમાં મને અભ્યાસ ની સાથે ગુજરાતી સાહિત્ય ફ્રી ટાઈમ એ વાંચવાનો અને લખવાનો પણ બહુ શોખ હતો આ બ્લોગ મેં મારા વિચારો અને કઈ નવું તમારા સમક્ષ શેર કરી શકું એ હેતુ થી બનાવેલ છે.

Sunday, 5 January 2014

નરસિંહ મહેતા

___
રચનાઓ  ઃ ૧ ઃ  ઃ ૩ ઃ ૪ ઃ 
એક સરસ લેખ (સાભાર – શ્રી. કિશોર શાસ્ત્રી, ન્યુ જર્સી અને ‘જય હાટકેશ’ )
______________________________________________

ઉપનામ
 નરસૈયો, આદ્યકવિ, આદિકવિ
જન્મ
 આશરે – ૧૪૧૨/૧૪૧૪ – જૂનાગઢ
અવસાન
 આશરે – ૧૪૭૯/૧૪૮૦/૧૪૮૧
કુટુમ્બ
દાદા – વિષ્ણુદાસ કે પરસોત્તમદાસ
પિતા – કૃષ્ણદાસ કે કૃષ્ણદામોદર
માતા – દયાકોર
પત્ની – માણેક
પુત્ર – શામળદાસ (જન્મ સં. ૧૯૪૭ મૃત્યુ સં – ૧૫૦૭)
પુત્રવધુ – સુરસેના
પુત્રી – કુંવરબાઇ (જન્મ સં. ૧૪૯૫ લગ્ન સં – ૧૫૦૪)
કાકા – પર્વત મહેતા
ભાઇ – બંસીધર કે મંગળજી કે જીવણરામ
ભાભી – ઝવેર મહેતી
વ્યવસાય
 ભજનિક, આખ્યાનકાર
જીવન ઝરમર
  • ૧૫મી સદી દરમિયાન ભારતમાં જે ભક્તિ આંદોલનની શરુઆત થઇ તેનો રંગ ગુજરાતને લગાડનાર કવિ.
  • બાળપણમાં કદાચ મંદબુધ્ધિના હતા.
  • માતાપિતા નાનપણમાં જ ગુજરી જવાથી ભાઇ-ભાભીએ મોટા કર્યા હતાં.
  • દંતકથા મુજબ ભાભીએ મહેણું મારતાં  અંતર જાગૃતિ થઇ. મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવે તેમને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યાં તથા સંવત ૧૪૮૭ના ચૈત્ર સુદ ૧૪ના રોજ એને કાવ્યપ્રસાદી આપી.
  • ગોકુળ, મથુરા વગેરે સ્થળોએ ફરીને આવીને તેમણે સંવત ૧૪૩૩-૩૫માં જૂનાગઢમાં રહી કીર્તનો રચવા માંડ્યાં.
  • તેમણે તુલસીક્યારા કર્તા હતા અને વૈરાગીઓને રહેવા માટે અખાડો પણ બંધાવ્યો હતો.
  • તેમના મંડળમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. તેમની ચાર ભક્તસખીઓમાંથી એકનું નામ રતનબાઇ હતું.
  • પુત્રીના સીમંતના પ્રસંગે, દીકરાના લગ્નમાં અને હાર ચોરીના આળ વખતે ભગવાને તેમને મદદ કરી હોવાની કીવદંતિ છે.
  • તેમના પુત્રના વિવાહ વડનગરના પ્રધાન મદન મહેતાની પુત્રી સૂરસેના સાથે થયા હતાં.
  • તેમની પુત્રીના વિવાહ ઉનાના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે થયા હતાં.
  •  નાગર જેવી ઉચ્ચ જાતિના હોવા છતાં અછૂતોના વાસમાં જઇ ભજનો ગાનાર અને આખ્યાનો કરનાર સમાજ સુધારક કહી શકાય તેવા વિરલ વ્યક્તિ.
  •  સાવ દરિદ્ર હોવા છતાં અંગત પ્રસંગોમાં અને જુનાગઢના રાજા રા’માંડલિક સાથે ચમત્કારિક ઘટનાઓ બની.
  •  પ્રભાતિયાં, ‘ઝૂલણા’ છંદ અને ‘કેદારો’ રાગ તેમના ખાસ પ્રિય, પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનમાર્ગની પરંપરાના પહેલાઉત્તમ કવિ.
  •  અમૂક રચનાઓનું તેમનું કર્તૃત્વ શંકાસ્પદ (?) 
  • તેમની અમુક રચનાઓની હસ્તપ્રત ‘ગુજરાતી પ્રેસ’ પાસે સંગ્રહીત છે.
ભક્ત શિરોમણી - બક્ષી પરિવાર તરફથી
ભક્ત શિરોમણી - બક્ષી પરિવાર તરફથી
ભાગવત વિદ્યાપીઠ, અમદાવાદમાં બક્ષી પરિવાર દ્વારા મુકાયેલ તેમનું ચિત્ર
રચનાઓ
  • સુરતસંગ્રામ, હારમાળા, કૄષ્ણજન્મ વધાઇ, શ્રીકૃષ્ણવધાઇ, શ્રીકૃષ્ણવિહાર, દ્વાદશમાસ, રાસસહસ્ત્રપદી, ચાતુરીછત્રીસી, ગોવિંદગમન, શામળશાનો વિવાહ, ચાતુરીષોડશી, બાળલીલા, દાણલીલા, રાસલીલા, ઘડપણ વિશે વસંતવિલાસ, શૄંગાર, જ્ઞાન વૈરાગ્ય, ભક્તિ, હીંડોળા વગેરે વિષયના અપ્દ, નૃસિંહવિલાસ, સુદામાચરિત્ર, શૃંગારમાળા, હારમાળાનું પરિશિષ્ટ, દ્રૌપદીની પ્રાર્થના, મામેરું, સત્યભામાનું રુસણું, અંતરધાન સમયના પદ, માનલીલા, રુક્મિણીવિવાહ, પ્રેમભક્તિ પદસંગ્રહ, સહસ્ત્રપદીરાસ, શામળશાનો મોટો વિવાહ.
સન્માન
 ગુજરાતના ઘરઘરમાં ગુંજતા પદો, ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં ‘નરસિંહ મહેતા’ એવોર્ડ  આપવામાં આવે છે

No comments:

Post a Comment