મારા વિશે / મારો પરિચય

My photo
અંજાર, કચ્છ, India
નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ પી.ગજ્જર છે .હું કચ્છ માં આવેલ અંજાર શહેર માં રહું છું. પ્રાથમિક શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણ અહીની શાળામા લઇ S.S.C અને અને H.S.C પાસ કર્યુ. હાલમાં વેબ ડેવલોપ નો અભ્યાસ કરી રહ્યો છુ. શાળા ના આ દિવસોમાં મને અભ્યાસ ની સાથે ગુજરાતી સાહિત્ય ફ્રી ટાઈમ એ વાંચવાનો અને લખવાનો પણ બહુ શોખ હતો આ બ્લોગ મેં મારા વિચારો અને કઈ નવું તમારા સમક્ષ શેર કરી શકું એ હેતુ થી બનાવેલ છે.

Monday, 31 December 2012

કહું કેમ મુજને ગમો છો તમે દિવસ રાત દિલમાં રમો છો તમે વિચારોમાં મારા સદાયે રહો છતાં ક્યાં કદિયે મળો છો તમે સ્મરણ બસ તમારું કરું રાત દિન નયનના ઝરુખે રહો છો તમે ગુન્હો ચાહવાનો કર્યો છે હવે સજા જોઇએ શું કરો છો તમે હ્રદય પર મુકી હાથ સાચુ કહો કદી યાદ મુજને કરો છો તમે

No comments:

Post a Comment