મારા વિશે / મારો પરિચય

My photo
અંજાર, કચ્છ, India
નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ પી.ગજ્જર છે .હું કચ્છ માં આવેલ અંજાર શહેર માં રહું છું. પ્રાથમિક શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણ અહીની શાળામા લઇ S.S.C અને અને H.S.C પાસ કર્યુ. હાલમાં વેબ ડેવલોપ નો અભ્યાસ કરી રહ્યો છુ. શાળા ના આ દિવસોમાં મને અભ્યાસ ની સાથે ગુજરાતી સાહિત્ય ફ્રી ટાઈમ એ વાંચવાનો અને લખવાનો પણ બહુ શોખ હતો આ બ્લોગ મેં મારા વિચારો અને કઈ નવું તમારા સમક્ષ શેર કરી શકું એ હેતુ થી બનાવેલ છે.

Monday, 31 December 2012

કોઈક એક છે અમારા નથી બનતા...

કવિઓ ની કલ્પના થી કદી મિનારા નથી બનતા...
કાચ ના ટુકડા થી કદી તારા નથી બનતા..
અમે તો છીએ કોઈક એક ના..
પણ કોઈક એક છે અમારા નથી બનતા..~જિગ્નેશ ગજજર

અમે શાયર બની ગયા...

સૌને પ્રેમ કરવા લીધો હતો મે જનમ,વચમાં તમે જરા વધારે ગમી ગયા.
તમે ગમ્યા એટલા બધા કે......
હિમ્મત કરીને જણાવ્યું સપનું અમારું,કોણ જાણે તમે કેવી રમત રમી ગયા..
રમત તો પૂરી કરી નાખી પણ......
તોયે તમે ક્યાંક મારા દિલમાં રહી ગયા.ભુલી તો ના શક્યા અમે તમને,
તમારી યાદોમાં અમે શાયર બની ગયા...~જિગ્નેશ ગજજર

કહું કેમ મુજને ગમો છો તમે દિવસ રાત દિલમાં રમો છો તમે વિચારોમાં મારા સદાયે રહો છતાં ક્યાં કદિયે મળો છો તમે સ્મરણ બસ તમારું કરું રાત દિન નયનના ઝરુખે રહો છો તમે ગુન્હો ચાહવાનો કર્યો છે હવે સજા જોઇએ શું કરો છો તમે હ્રદય પર મુકી હાથ સાચુ કહો કદી યાદ મુજને કરો છો તમે

Tuesday, 25 December 2012

બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.
કેવું મૂગું દરદ છે આ પહેલા મિલાપનું !
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી
માપી લીધી છે મેં આ ગગન વિશાળતા,
તારી છબી છું ચીતરું એવું ફલક નથી.
શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
મારા જીવનમાં કોઈ બીજી ઝડઝમક નથી.
એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.
એના વદનને જોઈને, ઓ ચાંદ માનનાર !
મારા વદનને જો કે જરાયે ચમક નથી.
આરામથી રહો ભલે, પણ અગવડોની સાથ,
આ મારું મન છે, કાંઈ તમારું મથક નથી.
જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.@jignesh gajjar

Monday, 24 December 2012

સૌને પ્રેમ કરવા લીધો હતો મે જનમ, વચમાં તમે જરા વધારે ગમી ગયા. તમે ગમ્યા એટલા બધા કે...... અમે સાથે જિવવાના સપના જોઈ ગયા. હિમ્મત કરીને જણાવ્યું સપનું અમારું, કોણ જાણે તમે કેવી રમત રમી ગયા. રમત તો પૂરી કરી નાખી પણ........ તોયે તમે ક્યાંક મારા દિલમાં રહી ગયા. ભુલી તો ના શક્યા અમે તમને, તમારી યાદોમાં અમે શાયર બની ગયા...@જિગ્નેશ ગજજર

Sunday, 23 December 2012

હર મુલાકાત કુછ અધુરી સી લગી, દુર જાના ભી એક મજબુરી સી લગી, હોઠોપે હસી આંખોમે નમી, પહેલી બાર કીસીકી દોસ્તી ઈતની જરૂરીલગી.......

Saturday, 8 December 2012

Bachpan ke din kitne acche hote the,
Tab dil nahi sirf khilone toota karte the,
Ab ek aanshu gire to saha nahi jata,
Bachpan me to dil bhar ke roya karte the…@jignesh gajjar