મારા જીવનમાં તું એક ‘કાશ’ બનીને આવ્યો છે,
લાગે છે ત્યારે ‘હાશ’ બનીને આવ્યો છે,
તને મળવાનું મન થાય ઘણું, પણ શું કરું?
સમય પણ કેવો ‘ત્રાસ’ બનીને આવ્યો છે.
તારી યાદ આવે ને બની જાય છે કવિતા
તારો ચહેરો પણ ‘પ્રાસ’ બનીને આવ્યો છે,
તું નથી કંઇ મારો, પરંતુ લાગે ફક્ત મારો
જીવનમાં મારા તું ‘ખાસ’ બનીને આવ્યો છે,
તું સમજીશ મને, મારા જજબાતોને
હૃદયમાં એક એવો ‘વિશ્વાસ’ બનીને આવ્યો છે...~જિગ્નેશ ગજજર
લાગે છે ત્યારે ‘હાશ’ બનીને આવ્યો છે,
તને મળવાનું મન થાય ઘણું, પણ શું કરું?
સમય પણ કેવો ‘ત્રાસ’ બનીને આવ્યો છે.
તારી યાદ આવે ને બની જાય છે કવિતા
તારો ચહેરો પણ ‘પ્રાસ’ બનીને આવ્યો છે,
તું નથી કંઇ મારો, પરંતુ લાગે ફક્ત મારો
જીવનમાં મારા તું ‘ખાસ’ બનીને આવ્યો છે,
તું સમજીશ મને, મારા જજબાતોને
હૃદયમાં એક એવો ‘વિશ્વાસ’ બનીને આવ્યો છે...~જિગ્નેશ ગજજર
No comments:
Post a Comment